જય શ્રી કૃષ્ણ 🙏
મિત્રો, વિક્રમ સંવત પ્રમાણે હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર વર્ષમાં 12 પૂર્ણિમા આવે છે એટલે કે દરેક મહિનામાં 1 પૂર્ણિમા તિથી આવે છે. જેમાંથી અમુક પૂર્ણિમાનો વિશેષ મહિમા છે. જેમ કે, માગશીર્ષ પૂર્ણિમા, વટ સાવિત્રી પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, પોષી પૂનમ, ફાગણ પૂનમ ( હોળી ), શ્રાવણ પૂર્ણિમા ( રક્ષા બંધન ). જેમાંથી આપણે આજે માગશીર્ષ ( માગશર ) પૂર્ણિમા વિષે જાણીશું કે શું મહત્વ છે, વર્ષ 2022 માં ક્યારે આવે છે, આ દિવસે કયા કાર્યો કરવા જોઈએ.
ગીતાજીના મહત્વના 9 શ્લોક કે જે છે ગીતા સાર સમાન
પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કળાએ ખીલી ઉઠ્યો હોય છે કે જેની ચાંદની આપણા પર વરસાવે છે. આ માગશર મહિનો ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે અને એમ પણ આ મહીનાં આવતી એકાદશી અને પૂર્ણિમા વિશેષ પ્રિય છે. એટલે આ દિવસે કરેલ ભગવાનની ભક્તિ અને દાન પુણ્યનું અધિક ફળ મેળવી શકાય છે. આપણા શાસ્ત્રો પ્રમાણે આ દિવસે કરે દાનનું ફળ અન્ય દિવસ કરતાં 32 ગણું મળે છે. એટલે કે આપ અન્ય દિવસે 32 વખત દાન કરો કે આજના દિવસે 1 વખત દાન કરો એ બંને સમાન ફળ આપે છે.
આ પૂર્ણિમાના દિવસે ભગવાનની પૂજા ઉપાસના અવશ્ય કરવી જોઈએ. જે કોઈ શ્રદ્ધા ભવથી ભગવાનને પૂજે છે તેમની આરાધના કરે છે તે વ્યક્તિને અવશ્ય ભગવાનના આશીર્વાદ મળે છે. અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજે પૂર્ણિમા છે તો ચંદ્રદેવની પૂજા પણ કરવી જોઈએ. જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે જળ વડે ચંદ્રને અર્ધ્ય આપવું જોઈએ.
સત્યનારાયણ ભગવાનનો થાળ લખાણ સાથે
વર્ષ 2022 માં આ માગશર પૂર્ણિમાની તિથી બે દિવસ આવે છે. એટલે કે 7 ડિસેમ્બર 2022 સવારે 8 વાગ્યે આ પૂર્ણિમા તિથીની શરૂઆત થાય છે અને 8 ડિસેમ્બર 2022 સવારે 9:30 વાગ્યે પૂર્ણ થાય છે. એટલે આ વર્ષે વ્રતની પૂનમ 7 ડિસેમ્બરે બુધવારે રહેશે તેમજ દત્ત જયંતી પણ આ દિવસે જ ઉજવવામાં આવશે અને 8 ડિસેમ્બરે પણ પૂનમ જ રહેશે કે જે દિવસે બહુચરાજીમાં મેળો થવાનો છે.
માગશર પૂર્ણિમાએ કરવાના મહત્વના કાર્યો :
- તુલસીજી ને પાણી રેડવું અને પૂજા કરવી.
- તુલસીજીની "ૐ નમો ભગવતે વાસુદેવાય " મંત્ર બોલતા 108 વખત પ્રદક્ષિણા કરવી.
- પીપળે પાણી રેડવા જવું.
- વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરવો.
- ગરીબ જરૂરિયાત મંદ લોકોને આપણી ક્ષમતા અનુસાર દાન કરવું.
- ભગવદ ગીતાજીનો કોઈ પણ અધ્યાય નું વાંચન કરવું.
- પવિત્ર નદીમાં સ્નાન કરવું.
- ભગવાન શ્રી સત્યનારાયણ ની કથા સાંભળવી.
0 Comments