મોક્ષદા એકાદશી 2022 માં ક્યારે છે ? ગીતા જયંતી ક્યારે છે ? Mokshada ekadashi 2022 date

     જય શ્રી કૃષ્ણ 🙏 મિત્રો, આપના હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર મહિનામાં આવતી દરેક તિથી કોઈને કોઈ દેવ ભગવાન કે પછી દેવીને સમર્પિત હોય છે. જેમાંથી એકાદશી તિથી એ ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે તેમની પૂજા આરાધના કરવામાં આવે છે. આજના દિવસે વ્રત ઉપવાસ કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરી શકાય છે. દરેક મહિનામાં 2 એકાદશી આવે છે કે જેને શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશી કહેવાય છે. બંનેમાં ભેદભાવ કર્યા વગર શ્રદ્ધાપર્વક વ્રત રાખવું જોઈએ. 

તો આજે આપણે જાણીશું કે માગશર મહિનાની સુદ ( શુક્લ ) પક્ષની એકાદશી તિથી ક્યારે આવે છે. તેનું વ્રત ક્યારે કરવાનું છે ? પૂજાવિધિ ક્યારે કરીશું. તેમજ પારણાના શુભ મુહૂર્ત ક્યારે છે ? સંપૂર્ણ માહિતી આપણે જાણીશું. 


મોક્ષદા એકાદશી ૨૦૨૨

એકાદશી તિથી : 

શરૂઆત - 3 ડિસેમ્બર 2022 શનિવાર સવારે 5:39 

પૂર્ણાહુતિ - 4 ડિસેમ્બર 2022 રવિવાર સવારે 5:34


એકાદશી વ્રત : 3 ડિસેમ્બર 2022, શનિવાર

એકાદશી પૂજાવિધિ : 3 ડિસેમ્બર 2022 સવારે 8:38 થી 9:58 

એકાદશી વ્રત પારણા સમય : 4 ડિસેમ્બર 2022, રવિવાર બપોરે 1:45 થી 3:55


ગીતા જયંતી માગશર સુદ 11 ના દિવસે આવે છે એટલે તે 3 ડિસેમ્બર 2022, શનિવાર રોજ ઉજવવામાં આવશે. આ ઉપરાંત જો આપને આ દિવસનો મહિમા જાણવો હોય તો વધુ માહિતી માટે અહિયાં ક્લિક કરો. 

આ પણ જાણો - અન્નપૂર્ણા વ્રત 2022 માં ક્યારે આવે છે ? 

Post a Comment

0 Comments