૨૯ નવેમ્બર ૨૦૨૨ અન્નપૂર્ણા વ્રત | જાણો મહિમા અને પવિત્ર વ્રતકથા | Annapurna vrat katha gujarati

 વંદુ દેવી અન્નપૂર્ણા જગત જનની મા કૃપાળી,

લાવો ભક્ત પરે દયા ભગવતી ઘોને દુઃખ ટાળી;

ઇચ્છા પૂર્ણ કરો, ધરો કર શિરે, મા હે દયાળી,

યાચે તુજને ભાવ ધરી જે તેની કરો રખવાળી.’’

        અન્નપૂર્ણા માતાજી ‘ચિંતાપૂર્ણિમા' તરીકે પણ ઓળખાય છે. પાર્વતી જગદંબા એ પણ અન્નપૂર્ણા જ છે. પ્રાચીન ભારતમાં શક્તિ-પૂજા ખૂબ વ્યાપક બની છે. શક્તિ-પૂજા સર્વ જાતિઓમાં અને સંપ્રદાયોમાં ફેલાઈ ગઈ છે. પછાત ગણાતી જાતિઓ, આદિવાસી વગેરે પણ શક્તિ-પૂજાની ઉપાસક છે. મહાશક્તિ સૌની જનની અથવા જગદંબા છે, જે ઘણા સ્થાનોમાં અન્નપૂર્ણા માતાજી તરીકે પૂજાય છે. આ પરમ શક્તિ પરમેશ્વરી અન્નપૂર્ણાનું એક અનેરું અને અનોખું વ્રત એકવીસ દિવસ કરવાનું હોય છે. અન્નપૂર્ણાની વાચન કે શ્રવણ કરવું. વ્રત દરમિયાન સાચું બોલવું શાંત ચિત્તે શ્રદ્ધાપૂર્વક શિવાલયમાં જઈ અન્નપૂર્ણા ગુણગાન ગાવાં.

“અન્નપૂર્ણ સદાપૂર્ણ શંકરે પ્રાણવલ્લભે” આ કંઠસ્થ અને હૃદયસ્ય કરી દરરોજ ભોજન પહેલાં કે પછી દેવીના પંક્તિ સવાર- સાંજ બોલવી, જેથી અન્નપૂર્ણા દેવી અન્નના ભંડાર ભર્યા રાખે છે.

       આ વ્રત અન્નપૂર્ણા માતાજીની કૃપાથી ધન-સંપત્તિ, દોલત,સંતતિ સાથે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.  આ વ્રત દરમિયાન વ્રત ધારણ કરનારે મગની દાળ,ચોખા, જવનો લોટ, અરવી, મગની દાળનો હલવો, કેળા,કાંદા,બટાકા ન ખાવા. તેમજ માતાજીને નિત્ય પકવાનનો પ્રસાદ અર્પણ કરવો.


વ્રત કથા સાંભળનાર ન હોય ત્યારે શું કરવું :

        વ્રત ધારક પાસે જયારે કોઈ વાર્તા સાંભળનાર ન હોય પીપળાના પાન ઉપર સોપારી રાખી કુંવારપાઠાના છોડ આગળ દીપક પ્રગટાવી સૂર્યદેવ, ગાય તુલસી અથવા મહાદેવને આ કથા સંભળાવવી ઉપવાસમાં ભૂલથી જો કંઈ લીધું હોયતો ૧ દિવસ ફરીથી ઉપવાસ કરવો.  વ્રતમાં ક્રોધ ન કરવો તેમજ અસત્ય બોલવાથી દૂર રહેવું સતત ૨૧ દિવસ ઉપવાસ શકય ન હોય તો ૧ દિવસ ઉપવાસ કરવો. ૨૧ દિવસ દરમિયાન માતાજીની આરતી થાળ કવચ સ્તોત્ર બોલવા.


અન્નપૂર્ણા મા વ્રતકથા :

    કાશીનગરીમાં - એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા. તેઓ ખૂબ જ ગરીબહતા. તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને જણનું ગુજરાન જ ચાલે તેટલી ભિક્ષા આવતી નહિ. એક દિવસ બ્રાહ્મણ ભક્ષિ લેવા માટે જતો હતો ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે, “આજે ભિક્ષા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા માગીને આવો છો છતાં આપણું ગુજરાન ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેની સેવા પૂજા કરો, તો તમારા સામુ પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણઆ નસીબ આડેથી પાંદડું ખસી જશે.

    બ્રાહ્મણને આ વાત સાચી લાગી તેથી તેની બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું તેની શ્રદ્ધાથી એક ચિત્તે પ્રાર્થના કરવા લાગ્યો. આમ કરતાં ભૂખ્યા પેટે તેને મંદિરમાં ત્રણ દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયાં અને કહે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે. તારું દુઃખ જરૂર દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ મેં કહો. ત્યારે માતાજીએ કહ્યું, ‘અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશે તે તને તેની વિધિ જરૂર કહેશે.


    આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘેર આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી. પછી બ્રાહ્મણ તે પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે. બે-ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે. કેટલીક બહેનોને સરોવર પાળે પૂજા કરતી જોઈ અને તે ત્યાં જઈ પૂછે છે કે, ‘બહેનો ! તમે કોનું વ્રત કરો છો ?’ ત્યારે એક ૐ બહેન બોલી, ‘ભાઈ, અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ.’ બ્રાહ્મણે કહ્યું કે, ‘એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય તે મને ન કહો ? ત્યારે એક બહેન બોલી. ‘આ વ્રત કરવાથી દુ:ખીયાના દુ:ખ ટળી રોગીના રોગ મટે, સંતાનવિહોણું ઘર હોય તો પારણું બંધાય અને નિર્ધનને ધન મળે છે. 
    હવે આ વ્રત વિધિ સાંભળો. આ વ્રત માગશર સુદ છઠ્ઠ (૬) થી લઈને ૨૧ દિવસ કરવાનું હોય છે. વ્રત કરનારે સુતરના દોરાની ૨૧ સેર લઈને તેને ૨૧ ગાંઠ મારવાની. ૨૧ દિવસ એકટાણું કરવું અને બને તો ઉપવાસ કરવા. એકવીસ દિવસ પૂરાં થતાં વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યદાન કરવાનું આ વ્રત દરેક સ્ત્રી-પુરુષ કરે છે. તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણાનો જાપ જપતાં જપતાં માનું વ્રત કરો. તમારી મહેચ્છા માતાજી જરૂર પૂરી કરશે. બ્રાહ્મણ તો ઘેર આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યું 1 અને વ્રતના પ્રથમ દિવસે જ બંને પતિ-પત્ની આનંદથી બહાર વાતો કરતા બેઠા હતા ત્યારે એકાએક પોતાનું રહેવાનું ઘર પડ્યું. 
    પરંતુ આમાં માની જરૂર કાંઈ મહેચ્છા હશે તેમ માની બંને પતિ-પત્નીએ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો તો સોનામહોરોથી ભરેલો એક ચરૂ મળ્યો. એમાંથી બે-ચાર સોનામહોર વેચતા તેમાંથી ઘણા પૈસા આવ્યાં. તેમાંથી બંને પતિ-પત્ની નવું સરસ મકાન લઈ રહેવા લાગ્યાં. એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે તમને ઘણું જ ધન આપ્યું છે. તો ધનના વાપરનારની ખોટ છે. ૐ તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણે માતાજીએ ના પાડી ત્યારે બ્રાહ્મણી કહે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે ? તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો તેથી તમને મારી ચિંતા નહિ રહે.
    આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો. તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યા. એવામાં દૂ માગશર માસ આવતાં બ્રાહ્મણને અન્નપૂર્ણામાનું વ્રત કરવા દિવસે આવ્યો. તેથી તે જૂના પત્નીના ઘેર ગયો અને પતિ- પત્નીએ સાથે અન્નપૂર્ણા માનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યાં. આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાના પતિ રાત્રે નિદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો તોડી સગડીમાં નાખી દીધો તેવો જ માનો કોપ થયો. તેથી તેમના મકાનને એકાએક આગ લાગી અને બન્ને માંડ માંડ જીવ બચાવીને બહાર આવ્યાં અને માના આશીર્વાદથી મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો. 

    આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠો હતો. આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતાં તે આવી અને પોતાના પતિને તેના ઘેર લઈ જઈ પોતાના ગળામાં હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને મા ચરણોમાં પડી માફી માગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યો. આથી માતાજી પ્રસન્ન થયાં અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યાં.

    અન્નપૂર્ણાના કહે : “તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું હતું. તે કર નવી પત્ની શા માટે કરી ? જા, હું તારા ઉપર પ્રસન્ન થઈ અને નવ માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે તેથી તારી ખ્યાતિ પણ દેશ-પરદેશ વધશે. હવે બીજી વાર ભૂલ ન કરતો.’’ આ બાજુ રમતાં રમતાં નવ પાસ પૂરા થઈ ગયાં. અને જુની ને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને સુખ-શાંતિથી રહેવા લાગ્યાં. આ વાતની નવીને ખબર પડતાં તે પણ આવી પોતાની ભૂલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ-શાંતિમાં રહેવા લાગ્યાં. જય અન્નપૂર્ણામા. જેવા બ્રાહ્મણ  પતિ-પત્નીને ફળ્યાં તેવા તમારી વાર્તા લખનાર, વ્રત કરનાર, વાંચનાર, સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો.

જય અન્નપૂર્ણા મા 🙏


Post a Comment

0 Comments