માગશર સુદ ૬ થી શરૂ થતાં અન્નપૂર્ણા વ્રતની સંપૂર્ણ પૂજાવિધિ જાણો | Annapurna vrat vidhi 2022

        જય માતાજી, મિત્રો 🙏 મા અન્નપૂર્ણા એ વિશ્વનું ભરપોષણ કરનાર, અન્ન આહાર આપનાર છે, હાથીને મણ અને કિડીને કણ આપી જ ડે છે. તે જીવમાત્રનું ભરણપોષણ કરનારી મા છે. આખી દુનિયાને અન્ન જળ આપી જીવાડનાર દેવી અન્નપૂર્ણા છે. જેનું વર્ણન દુર્ગા સપ્તશતી ( ચંડીપાઠ ) માં પણ કરવામાં આવેલું છે.

  અન્નપૂર્ણા એ બીજું કોઈ નહિ પણ સાક્ષાત પાર્વતીજી જ છે. જેમની આરાધના કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અભરે ભરાય છે. જ્યારે પણ પૃથ્વી પર દુકાળ પડે છે ત્યારે દેવી અન્નપૂર્ણા તેના ભક્તોની રક્ષા અર્થે આવે છે. જે કોઈ દેવીની આરાધના, ઉપાસના, સ્તવન, વ્રત કે પાઠ કરે છે, મા અન્નપૂર્ણા તેની વહારે આવે છે.

    તો આપણે આવા સાક્ષાત અન્નપૂર્ણા માતાના વ્રત કે જે માગશર સુદ 6 થી માગશર વદ 11 સુધી કરવામાં આવે છે તેની પૂજાવિધિ જાણીશું.


અન્નપૂર્ણા વ્રત પૂજાવિધિ

    વ્રતધારીએ સૂતરના ૨૧ તારનો દોરો, ૨૧ ગાંઠવાળો બનાવી પોતાના જમણા હાથે બાંધવો અથવા કંઠને વિશે ધારણ કરવો. દોરો ગાંઠો વાળીને તૈયાર કરતી વખતે ‘શ્રી અન્નપૂર્ણાય નમઃ’ એમ સતત બોલતા રહેવું. વ્રતીએ વ્રતનો દિવસો દરમિયાન પ્રાતઃકાળે સ્નાન કરવું અને ૨૧ ઉપવાસ, જો શક્ય હોય તો કરવા. તે શક્ય ન હોય તો એકટાણા કરવાં, લસણ, ડુંગળી વગેરે વર્જ્ય ગણવા. 

    મા અન્નપૂર્ણાની પ્રતીમા કે મૂર્તિ સામે દીવો, અગરબત્તી, ધૂપ વગેરે કરી તેમની પૂજા કરવી. પૂજા કર્યા પછી મા અન્નપૂર્ણાની વ્રત-કથા ધ્યાનપૂર્વક સાંભળવી અથવા વાંચવી. જો વ્રતભંગ થાય તો બીજા દિવસે નકો૨ડો ઉપવાસ કરવો. ૨૧ સેરનો, ૨૧ ગાંઠોવાળો દોરો જમણા હાથના કાંડે કે ગળામાં ધારણ કર્યા પહેલાં કેસરી ચંદન અથવા કંકુથી રંગીને માની મૂર્તિ કે મંત્રનો (ઓમ નમઃ) સ્પર્શ કરાવી પ્રસાદીનો કરવો. નિત્ય અન્નપૂર્ણા વ્રતની કથા સાંભળવી.

આ વ્રત ૨૧ દિવસ અખંડ કરવું. જેનો મંત્ર આ પ્રમાણે છે

“ઓમ સત્ ચિત્ આનંદમયી ભગવતી અન્નપૂર્ણાય નમઃ”

આ પણ વાંચો - અન્નપૂર્ણા સ્તોત્ર અનુવાદ અને લખાણ સાથે

અન્નપૂર્ણા વ્રતના નિયમો :

(૧) દેવી અન્નપૂર્ણાની પૂજા ૨૧ દિવસ સુધી નિયમિત કરવી.

(૨) વ્રતના નિયમોમાં અસત્ય બોલાય નહિ.

(૩) ક્રોધ કરવો નહિ.

(૪) હિંસા કે લડાઈ કરવી નહીં.

(૫) ડુંગળી-લસણ ખાવા નહીં.

આ પણ વાંચો : અન્નપૂર્ણા વ્રતકથા મહિમા

(૬) કોઈનું અપમાન કરવું નહીં.

(૭) કોઈને અપશબ્દો કહેવા નહીં.

(૮) શક્તિ અનુસાર અન્નદાન કરવું.

(૯) પવિત્રતાનું પાલન કરવું.

(૧૦) ૨૧ દિવસ દરમિયાન કોઈને ત્યાં જમવા જવું નહિ.

(૧૧) અન્નપૂર્ણા દેવી સમક્ષ ૨૧ દિવસ અખંડ દીવો રાખવો

આ પણ વાંચો - અન્નપૂર્ણા માતાની આરતી અને થાળ

(૧૨) ૨૧ દિવસ સુધી કુમારિકાઓએ અને સૌભાગ્યવતી સ્ત્રીઓએ કેસરી વસ્ત્રો પરિધાન કરવા.

(૧૩) પુરુષો તથા વિધવા સ્ત્રીઓએ શ્વેત વસ્ત્રો ધારણ કરવાં.

(૧૪) વ્રતની ઊજવણી વખતે બાળકો તથા બ્રાહ્મણોને જમાડવા.

(૧૫) આંગણે આવેલ ભૂખ્યા આગંતુકને ભોજન કરાવવું.

આ પણ જુઓ - અન્નપૂર્ણા વ્રત ઉત્થાપન વિધિ

Post a Comment

0 Comments