અન્નપૂર્ણા માતાની આરતી અને થાળ | Annapurna maa aarti thal lyrics

અન્નપૂર્ણા માતાની આરતી


જય જય અન્નપુર્ણા માં (૨) ભકતોને સુખ કરતી 

જય અન્નપૂર્ણા મા ! જય અન્નપૂર્ણા મા


તારી લીલાઓ ગાતા, સુખ શાંતિ થાયે

પાપ સહુ પ્રજળેને (૨) તુજ દર્શન થાય મા જય...


ભકતો કેરે કારણમા, બહુ રૂપો ધરતી મા (૨)

રૂષ્ટોને સહારી (૨) ભકત અભય કરતી મા જય...


દુઃખીયાના દુઃખ હરતી, આશા પુરતી મા (૨)

નિર્ધન ને ધન દેતી (૨ ) વાંઝયા મેણું હરતી મા જય...


ગરીબ કેરી વાણીને, મા કાને તું ધરજે મા (૨)

હાથ ગૃહિને મારો (૨) ઉગારી લેજો મા જય...


આનંદદાઇ મા છે, સ્વરૂપ તારૂં મા (૨)

દર્શન કરવા કારણ ઝંખે મન મારૂ મા જય...


ભાવ થકી મા આરતી, જે કોઇ ગાશે (૨)

દર્શન પામી તારા (૨) ભવજણ તરી જશે મા જય


અન્નપૂર્ણા માતાનો થાળ

જગત જનની અન્નપુણા  થાળ જમવા આવોને

સોમવારે શીખંડ પુરી  થાળ જમવા આવોને

મંગળવારે મેસુબ મોહનથાળ, થાળ જમવા આવોને

બુધવારે બરફી પેંડા  થાળ જમવા આવોને

ગુરૂવારે ગુલાબ જાંબુ  થાળ જમવા આવોને

શુક્રવારે સુતણ ફેણી  થાળ જમવા આવોને

શનિવારે શિરાપુરી  થાળ જમવા આવોને

રવિવારે રસ રોટલી  થાળ જમવા આવોને

આઠે વારના અન્નકોટ પુરીયા  થાળ જમવા આવોને

જલ જમનાની ઝાળી ભરાવું  આચમન કરવા આવોને

લવીંગ, સોપારી, પાનના બીડલા, મુખવાસ કરવા આવોને

સીસમનો ઢોલીયો ઢળાવું  પોઢણ કરવા આવોને

પાગથે બેસી ચરણ દબાવું  આશીષ દેવા આવોને

જગત જનની જગ અત્રપુર્ણા  થાળ જમવા આવોને

અન્નપૂર્ણા માતાની વ્રતકથા

અન્નપૂર્ણા વ્રત પૂજાવિધિ અને વ્રતના નિયમો

અન્નપૂર્ણા સ્તોત્ર અનુવાદ અને લખાણ સાથે

અન્નપૂર્ણા 108 નામ પાઠ


Post a Comment

0 Comments